2017-05-15

B.Sc. Semester-1 માં પ્રવેશ માટેની અગત્યની સુચના

(૧) અત્રેની સરકારી વિજ્ઞાન કોલેજ ,ઇડર ખાતે શૈક્ષણિક વર્ષ૨૦૧૬-૧૭ ના B.Sc. Semester-1 ની પ્રવેશ પ્રકિયા ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૦૫/૨૦૧૭ રહેશે.આ પ્રવેશ પ્રકિયા માત્ર અત્રે ની કોલેજ પુરતી જ સીમિત છે.

(૨) આ માટે દરેક ઉમેદવારે નીચે મુજબની વેબ સાઈટ ખોલી ઓનલાઇન પ્રવેશપત્ર ભરવાનું રહેશે.
https://gscidar.org -> STUDENT WINDOW -> ADMISSION->new admission –SEMESTER-I / II ->Form Fillup->Submit Form.->Print આવી જશે.

(૩) પ્રવેશ ફોર્મ સબમિટ કર્યા પછી ફોર્મ નંબર જનરેટ થશે જે પ્રિન્ટ માં આવશે. આ ફોર્મ નંબર તથા મોબાઇલ નંબર student login માટે ભવિષ્ય માં જરૂર પડશે.


(૪) પ્રવેશ ફોર્મની પ્રિન્ટ બે કોપીમાં કાઢી રૂ.૨૦.૦૦ (વીસ રૂપિયા,ફોર્મ ફી) સાથે કોલેજ કાર્યાલયમાં એક કોપી માં જમા કરાવી બીજી કોપીમાં રીસીપ બદલની સહી કરાવી પરત લેવી. ત્યારબાદ જ જે તે ઉમેદવાર મેરીટ માટે લાયક થશે.

(૫) મેરીટ આધારે તારીખ: ૧/૦૬/૨૦૧૭ ના રોજ પ્રથમ યાદી બનશે. છોકરાઓ માટે પ્રવેશ ફી ૧૬૨૫/- અને છોકરીયો માટે પ્રવેશ ફી ૧૦૨૫/- ભરવાની રહેશે.


(૬) વિવિધ અનામત કેટેગરી જેવી કે, SC ST ,OBC,SCBC ,EBC વગેરેનો લાભ લેવા માંગતા ઉમેદવારો જરૂરી પ્રમાણપત્રોની નકલો અવશ્ય જોડવાની રહેશે.


(૭) વિધાર્થીઓની શિસ્તના ભાગ રૂપે પ્રવેશ વખતે તેમના નજીકના વાલીશ્રીઓ એ અવશ્ય હાજર રહેવાનું રહેશે અને કોલેજ કાળ દરમિયાન શિસ્ત અંગેની બાહેંધરી પત્રકમાં પ્રવેશ સમિતિની રૂબરૂમાં સહી કરવાની રહેશે.


(૮) ઓનલાઈન પ્રવેશ પ્રકિયાનો વિગત વાર કાર્યક્રમ નીચે મુજબ રહેશે.

A) ઓનલાઈન ફોર્મ ભરવાની તા. ૧૫/૫/૨૦૧૭ થી૨૯/૫/૨૦૧૭

B) પ્રિન્ટ કરેલ પ્રવેશ ફોર્મ રૂ.૨૦.૦૦ (વીસ રૂપિયા,ફોર્મ ફી) સાથે કોલેજ કાર્યાલયમાં જમા કરવાની છેલ્લી તારીખ. ૨૦/૫/૨૦૧૭ થી ૨૯/૫/૨૦૧૭

C) પ્રથમ મેરીટ યાદી કોલેજ નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાની તારીખ. ૨/૬/૨૦૧૭

D) કોલેજ માં પ્રવેશ ફી ભરી પ્રવેશ મેળવી લેવાની છેલ્લી તારીખ. ૫/૬/૨૦૧૭

E) બીજી મેરીટ યાદી કોલેજ નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાની તારીખ. ૯/૬/૨૦૧૭

F) કોલેજ માં પ્રવેશ ફી ભરી પ્રવેશ મેળવી લેવાની છેલ્લી તારીખ. ૧૩/૬/૨૦૧૭

G) ત્રીજી મેરીટ યાદી કોલેજ નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાની તારીખ. ૧૫/૬/૨૦૧૭

H) કોલેજ માં પ્રવેશ ફી ભરી પ્રવેશ મેળવી લેવાની છેલ્લી તારીખ. ૨૦/૬/૨૦૧૭


(૯) પ્રવેશ પ્રકિયા માટેના હેલ્પ નંબર.( માત્ર ઓફીસ સમય ગાળા(૧૧:૦૦ થી ૪:૦૦) મા જ સંપર્ક કરવો.)

A) વહીવટી જાણકારી માટે પ્રો.અજયકુમાર જે.પટેલ ૯૯૭૪૨૩૦૬૦૫

B) ટેકનીકલ જાણકારી/ મુશ્કેલી માટે. ૦૭૯-૪૦૦૬૧૨૫૦, ૮૪૦૧૨૩૪૧૬૧



(૧૦) તાજેતરની માહિતી માટે સદર વેબસાઈટ/કોલેજ નોટીસ બોર્ડ નિયમિત જોતા રહેવું.


Click to download : GSC_notice1.pdf

Other Notice